અંબામાના ઉંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દિવા બળે રે લોલ
મા તારા ઉંચા મંદિર…

અંબા માના ગોખ ગબ્બર અણમોલ કે
શિખરે શોભા ઘણી રે લોલ
અંબામાના ઉંચા મંદિર…

આવી આવી નવરાત્રી ની રાતો કે
બાળકો રાસ રમે રે લોલ
મા તારા ઉંચા મંદિર…

અંબે મા ગરબે રમવા આવો કે
બાળ તારા વિનવે રે લોલ
અંબામાના ઉંચા મંદિર…

અંબા માને શોભે છે શણગાર કે
પગલે કુમકુમ ઝરે રે લોલ
મા તારા ઉંચા મંદિર…

રાંદલમાં ગરબે રમવાને આવો કે
મુખડે ફૂલડા ઝરે રે લોલ
અંબામાના ઉંચા મંદિર…

ખોડીયાર માં ગરબે રમવા ને આવો કે
આંખો થી અમિ ઝરે રે લોલ
મા તારા ઉંચા મંદિર…

માં તારું દિવ્ય અનુપમ તેજ કે
જોઈ મારી આંખો ઠરે રે  લોલ
અંબામાના ઉંચા મંદિર…

ગરબો તારા બાળકો ગવરાવે કે
મસ્તાન તારે પાયે પડે રે લોલ
મા તારા ઉંચા મંદિર…