પંખીડા રે ઊડી ને જાજો પાવાગઢ રે.. (2)
મહાકાળી ને જય ને કેજો ગરબે રમે રે..
મારી કાલકા મા ને જય ને કેજો ગરબે ઘૂમે રે...
પંખીડા ઊડી ને જાજો...
પંખીડા ઓહો પંખીડા, પંખીડા ઓહો પંખીડા
હે ઓલ્યા ગામ ના... ઓલ્યા ગામ ના... ઓલ્યા ગામ ના હે ઓલ્યા ગામ ના...
ઓલ્યા ગામ ના સુથારી વિરાઁ વેળા આવો રે વિરાઁ વેળા આવો રે..
મારી મહાકાળી ને માટે રૂડો બજોઠ લાવો રે,
મારી કાલકા મા ને કાજ રૂડો બજોઠ લાવો રે...
સારું લાવો સુંદર લાવો વેળા આવો રે.. (2)
મહાકાળી ને જાય ને કેજો ગરબે રમે રે..
મારી કાલકા મા ને જાય ને કેજો ગરબે રમે રે..
પંખીડા ઓહો પંખીડા, પંખીડા પંખીડા હે..
ઓલ્યા ગામ ના, ઓલ્યા ગામ ના, ઓલ્યા ગામ ના ઓલ્યા ગામ ના
હે ઓલ્યા ગામ ના, મણિયારા વિરાઁ વેળા આવો રે.. વિરાઁ વેળા આવો રે..
હે મારી મહાકાળી ની માટે રૂડો ચૂડલો લાવો રે..
મારી કાલકા મા ને કાજ રૂડો ચૂડલો લાવો રે..
હે સારું લાવો સુંદર લાવો વેળા આવો રે.. (2)
મહાકાળી ને જાય ને કેજો ગરબે રમે રે..
કાલકા મા ને જાય ને કેજો ગરબે રમે રે..
પંખીડા ઓહો પંખીડા, પંખીડા ઓહો પંખીડા
હે ઓલ્યા ગામ ના, ઓલ્યા ગામ ના, ઓલ્યા ગામ ના, ઓલ્યા ગામ ના
હે ઓલ્યા ગામ ના સોનિદા વિરાઁ વેળા આવો રે.. વિરાઁ વેળા આવો રે..
મારી મહાકાળી ની માટે રૂડા જાંજર લાવો રે
મારી કાલકા મા ને કાજ રૂડા જાંજર લાવો રે...
સારું લાવો સુંદર લાવો વેળા આવો રે.. (2)
મહાકાળી ને જાય ને કેજો ગરબે રમે રે..
કાલકા મા ને જાય ને કેજો ગરબે રમે રે..
પંખીડા ઓહો પંખીડા, પંખીડા ઓહો
હે ઓલ્યા ગામ ના, ઓલ્યા ગામ ના, ઓલ્યા ગામ ના, ઓલ્યા ગામ ના
ઓલ્યા ગામ ના દોશીદા વિરાઁ વેળા આવો રે.. વિરાઁ વેળા આવો રે..
મારી મહાકાળી ને માટે રૂડી ચુંદડી લાવો રે..
મારી કાલકા મા ને કાજ રૂડી ચુંદડી લાવો રે..
સારી લાવો સુંદર લાવો વેળા આવો રે.. (2)
મહાકાળી ને જાય ને કેજો ગરબે રમે રે..
કાલકા મા ને જાય ને કેજો ગરબે રમે રે..
પંખીડા ઓહો પંખીડા, પંખીડા ઓહો
હે ઓલ્યા ગામ ના, ઓલ્યા ગામ ના, ઓલ્યા ગામ ના, ઓલ્યા ગામ ના,
હે ઓલ્યા ગામ ના કુંભારી વિરાઁ વેળા આવો રે... વિરાઁ વેળા આવો રે
મારી મહાકાળી ને રૂડો ગરબો લાવો રે..
મારી કાલકા મા ને કાજ રૂડો ગરબો લાવો રે..
સારું લાવો સુંદર લાવો વેળા આવો રે..
મહાકાળી ને જાય ને કેજો ગરબે રમે રે..
કાલકા મા ને જાય ને કેજો ગરબે રમે રે..
પંખીડા ઓહો પંખીડા, પંખીડા ઓહो